magas recipe

Magas Recipe in Gujarati Language :

Ingredients:

  • 200 ગ્રામ ચણાનો લોટ કરકરો - Gram flour
  • 200 ગ્રામ ઘી - Ghee
  • ડાબો દેવા માટે દૂધ - Milk            
  • 200 ગ્રામ બુરું ખાંડ - Crumbed Sugar
  • 3 થી 4 નંગ ઇલાઇચી - Green Cardamom seed

Recipe:
  • સૌ પ્રથમ ચણાનાં લોટ ને ચાળી બે ચમચી ઘી અને થોડું દૂધ નાખો.
  • લોટ ને હાથથી મસળી 10 મિનીટ રહેવા દેવું, ત્યારબાદ લોટ ને ચાળી લેવો.
  • એક તાવડી માં ઘી મૂકી લોટ ગુલાબી રંગ નો થવા દેવો ત્યાં સુધી શેક્વો.
  • અને તે ઠંડુ પડે ત્યાં  સુધી હલાવવું.
  • થોડુક ઘટ્ટ થાય ત્યારબાદ તેમાં દળેલી ખાંડ અને ઇલાઈચી નો ભુક્કો નાખી બરાબર મિક્સ કરી થાળી માં પાથરી દેવું.
  • અથવા ગોળ ગોળ લાડું વાળવા.
Recipe:

  • First of all Strain the Gram flour and add two table spoon ghee and little milk in it.
  • Mash the flour with hand till 10 minute and keep aside then strain the flour.
  • Take deep pan add ghee into it and add flour in it and roast till it gets pink colour.
  • Turn off gas and mix till it get cool
  • It get little thick then add the crumbed sugar and cardamom powder in it and mix well and spread it in a plate which have greased with ghee.
  • otherwise you can make ladoo shape of this mixture.

This Magas is used in Gujarat for Sweet and Special Sweet of Baby Shower, Diwali Celebration, and many other ocassion this sweet is in the menu. can most suitable with potato and chick pea sabzi and with puri. and this sweet is mostly made in gujarati families of gujarat so called its gujarati mithai.

hajma hajam for food digestion

Hajma Hajam Recipe : (હાજમાં હાજમ)

Ingredients :
1 નંગ લીંબુ - (Lemon)
25 થી 30 ગ્રામ જલજીરા પાવડર - (Jaljira powder)
સંચળ - (Black Salt)
મીઠું - (Salt)
ફુદીનો - (Fresh Mint)

Recipe :
  • સૌ પ્રથમ ફુદીનાને મિક્સર માં ક્રશ કરી લેવો 
  • લીંબુ નો રસ કાઢવો. 
  • સંચળ અને જીરું ખાંડી ને ચાળી લેવું. 
  • ફુદીનાની પેસ્ટ માં પાણી ઉમેરી, તેમાં સંચળ જલજીરા પાવડર અને મીઠું મિક્સ કરવું. 
  • જરૂર મુજબ ખટાસ ઉમેરવી.
નોંધ : આ જમ્યા પછી ખાદ્ય પદાર્થ ને પચાવવા માટે લઇ શકાય છે.



bhaji besan recipe

Bhaji Besan Recipe in Gujarati Language : 

[ ભાજી બેસન ]

Ingredients:

  • 250 ગ્રામ મેથી - Green fenugreek
  • તાંદળજો - Tandalja / Tandaljo
  • અળવી - Advi
  • પાલક - Palak
  • 200 ગ્રામ ચણા નો લોટ - Gram flour
  • 1 કપ દહીં - Yogurt
  • 2 નંગ ડુંગળી - Onion
  • મીઠું - Salt

Besan Bhaji Recipe in Gujarati:
  • સૌ પ્રથમ દહીં માં પાણી નાખી છાસ બનાવી. તેમાં ચણા નો લોટ નાખી મિકસ કરો. 
  • પછી તેલ મૂકી ડુંગળી નાખો 
  • ડુંગળી સતડાઈ જાય, પછી ભાજી નાખવી. 
  • તે નાખ્યા પછી બેસન નાખવું અને જરૂરી મીઠું તથા મસાલો નાખવો. 
  • ત્યારબાદ ખદખદવા દેવું અને તાપ પરથી ઉતારી લેવું.

charotar na chilla recipe

Charotar Na Chilla Recipe : 

[ ચરોતર નાં ચિલ્લા ]

Ingredients:

  • 1/2 કપ બાજરી નો લોટ - Millet flour / Bajri flour
  • 1/2 કપ ફણગાવેલા મગ - Sprouted Moong / Fungavela mag
  • 1/2 કપ ઢોકળા નો લોટ - Dhokla Flour
  • લીલા મરચા - Green chili
  • આદું ની પેસ્ટ - Ginger Paste
  • 1 ટેસ્પૂન - ઝીણી સમારેલું લીલું લસણ - Small chopped green garlic
  • 1 ટેસ્પૂન કોથમીર - Coriander
  • 2 ટેસ્પૂન ઝીણી સમારેલી મેથી ની ભાજી - Green Fenugreek
  • 1 કપ - ખાટું દહીં - Yogurt
  • મીઠું - Salt

Charotar Chill Recipe in Gujarati Language :
  • બધી સામગ્રી ભેગી કરી દહીંથી લોટ બાંધવો (ખીરૂ બનાવવું).
  • અડધો કલાક રાખો પુલ્લા બનાવ્યા પહેલા ખીરું ખૂબ હલાવવું.
  • નોન સ્ટીક તવા ઉપર જાડા પુલ્લા ઉતારવા. 
  • લીલી કોથમીર ની ચટણી સાથે પીરસવા.
Recipe:
  • Mix all the ingredients and make dough using yogurt.
  • Keep the mixture till half hour and beofre making chilla mix all well.
  • Place the non-stick tava on gas and add oil on it and make chilla using mixture.
  • serve the chilla with coriander chutney. 

green paratha recipe

Green Paratha Recipe : 

Ingredients :

  • 1 કપ પાલક - Palak / Spinach
  • 1 કપ ફુદીનો - Mint
  • 1 કપ મેથી - Fenugreek
  • 100 ગ્રામ ઘઉં નો લોટ - Wheat flour
  • 100 ગ્રામ સોયાબીન નો લોટ - Soyabean flour
  • મીઠું - Salt
  • મરચું - Chili Powder
  • 1 ચમચો દહીં - Yogurt

Green Paratha Recipe in Gujarati Language :

  • સૌ પ્રથમ પાલક, ફુદીનો અને મેથી ને ચૂંટીને બરાબર સાફ કરી, ઝીણી સમારવી. 
  • ઘઉંનો લોટ અને સોયાબીન ના લોટ માં તેલ નું મોણ નાખી, મીઠું, મરચું, અને ઝીણી સમારેલી ભાજી નાખી. બાકીનો મસાલો કરી, દહીં થી બાંધવો. જરૂર પડેતો પાણી વેડવું, 
  • અને પછી લુવા પાડી પરોઠા કરવા. 
  • ગરમ ગરમ ગ્રીન પરોઠા પીરસવા.
Recipe :

  • First Sort the Spinach, Mint, Green fenugreek, Chopped small and Wash well with Water.
  • Take big bowl add wheat flour and soyabean flour, add oil, slat, chili, spinach, mint, fenugreek and other spices and add yogurt and make dough, if required then add little water in it.
  • Then make the small round bolls from dough and roll them in round paratha.
  • Take the pen and add oil and roast this paratha's on it. serve green paratha with yogurt or chutney.

masala daliya recipe

Masala Daliya Recipe : મસાલા દલીયા

Ingredients : (સામગ્રી)
1 કપ ઘઉંના દલિયા Wheat Daliya
1 કપ (કઠોળ, ગાજર, કોબીજ) છીણેલાં શાકભાજી - Chopped Vegetable and Beans
3 નંગ ડુંગળી - Onion
3 કળી લસણ - Garlic
2 નંગ ટામેટા - Tomato
ફુદીનાના પાન જુડી - Mint Leaves bunch
1 ચમચો લીંબુ નો રસ - Lemon Juice

Recipe :
  • ડુંગળી આદું લસણ અને લીલા મરચાની પેસ્ટ બનાવો.
  • આ પેસ્ટ ને શેકો તેમાં બધી શાકભાજી કોથમીર ફુદીના ના પાન અને મીઠું રાંધવા દો.
  • એક વાસણમાં ઘઉં ના ફાડાને શેકીલો આ રાંધેલા ફાડામાં ઉકાળેલું પાણી મીક્સ કરી
  • ત્યાં સુધી રહેવા દો જ્યાં સુધી એમાંનું બધું પાણી ચૂસાઈ ન જાય
  • તૈયાર ફાડામાં શાકભાજી બરાબર મિક્સ કરો બની જાય એટલે લીંબુ નો રસ બાળી ને ગેસ ઉપરથી ઉતારી દો કોથમીર ભભરાવી ગરમા ગરમ પીરસવું
Masala Daliya Recipe is Good in Breakfast.

green soup recipe

Green Soup Recipe in Gujarati Language : 

[ ગ્રીન સૂપ ]

Ingredients :
  • 100 ગ્રામ આમળા (Amla - Indian gooseberry)
  • 200 ગ્રામ દૂધી (Bottle Gourd)
  • 50 ગ્રામ પાલક (Palak)
  • 50 ગ્રામ ફુદીનો (Mint)
  • 50 ગ્રામ કોથમીર (Coriander)
  • 50 ગ્રામ કોબીજ (Cabbage)
  • 1 ટીસ્પૂન માખણ (Butter)
  • 1/4 ટીસ્પૂન જીરૂ (Cumin seed)
  • 1 નાનો ટુકડો આદું (Ginger)
  • મીઠું - (Salt)
  • મરી - (Black Pepper)
  • ખાંડ - (Sugar)
  • સંચળ - (Sancala / black salt)  
Green soup Recipe : 
  • સૌ પ્રથમ બધું શાક બાફી ક્રશ કરી, તેને ઉકાળો. 
  • બાકીનો બધો મસાલો નાખો. 
  • આદું છીણીને નાખવું, અને માખણ માં જીરાનો વઘાર કરી સૂપ માં નાખવું. 
  • સામાન્ય તાપમાને પીરસો.
Recipe:
  • First Clean all vegetables with fresh water, boil them.
  • Add other spices like salt, black pepper powder, sugar, black salt in the soup.
  • add minced garlic, butter, and add cumin seed tadka into soup.
  • Let the cook on normal heat, once cook well, serve it hot. 

bhaidku recipe

Bhaidku Recipe : ભૈડકું બનાવવાની રીત

Ingredients :
100 ગ્રામ - ભૈડકા નો લોટ (ખાસ તૈયાર કરેલો ઘઉં નો લોટ)
150 ગ્રામ છાશ - Butter milk
વાટેલા આદું મરચાં - Ginger Green Chili Paste

મીઠું - Salt

Bhaidku Recipe :
કૂકરમાં થોડું તેલ મૂકી,  જીરા નો વઘાર કરી, વાટેલાં આદું મરચા નાખી દેવા. ત્યાર બાદ જરૂર મુજબ છાશ નાખવી. છાશ થોડી ઉકળે પછી ભૈડકા નો શેકેલો લોટ ઉમેરી ભૈડકું બફાવા દેવું.