khara shakkar para recipe

Khara Shakkar Para :

Ingredients :
  • 500 ગ્રામ મેંદો (Maida flour)
  • 1 વાડકી ઘઉંનો રોટલી નો લોટ (Wheat flour)
  • 1 ગ્લાસ પાણી (Water)
  • મીઠું સ્વાદ મુજબ (Salt) 
  • તલ (Sesame Seed)
  • જીરું (Cumin seed)
  • તેલ મોણ માટે (Oil)
Khara Shakkar Para Recipe in Gujarati Language :
  • સૌ પ્રથમ એક તાસમાં લોટ ભેગો કરી તેમાં તલ, જીરું, મીઠું, નાખી તેમાં તેલનું મુઠી વડે એટલું મોણ નાખી પાણી થી લોટ બાંધવો. 
  • તેનો લોટ બહુ કઠણ નહિ, અને બહુ ઢીલો નહિ એવો મીડીયમ લોટ બાંધવો.
  • હવે તેના મોટા રોટલો વણી, તેના નાના નાના ત્રિકોણ પીસ કરો.
  • અને કઢાઈ માં તેલ ગરમ કરી, તેલમાં ગુલાબી તળી લેવા.
Enjoy Khara/ Salted Shakkar para is Good Crispy Recipe for Diwali festival and Routine snack.

Shakkar para recipe

Shakkar Para Recipe :

Ingredients :
  • 500 મેંદા નો લોટ (maida flour)
  • 1 વાડકી ઘઉંનો રોટલીનો લોટ (wheat chapati making flour)
  • 1 ગ્લાસ દૂધ (Milk)
  • ખાંડ સ્વાદ મુજબ (Sugar)
  • મોણ માટે ઘી અથવા તેલ મુઠી વડે એટલું. (Ghee or Oil) 
  • તલ (Sesame seed)
shakkar para recipe
Shakkar Para

Shakkar para Recipe in Gujarati Language :
  • સૌ પ્રથમ એક તપેલીમાં દૂધ લઇ, તેમાં ખાંડ નાખી ઉકાળો. 
  • ખાંડ ઓગળી જાય એટલે સહેજ ચાખી જુઓ, જો મોળું લાગે તો સ્વાદ મુજબ ની ખાંડ ઉમેરો. 
  • એક તાસ માં લોટ લઇ તેમાં તલ નાખી ઘી અથવા તેલ નું મોણ નાખવું.
  • મોણ નાખ્યા પછી, ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી લોટ બાંધવો.
  • બહુજ ઢીલો નહિ અને બહુજ કઠણ નહિ, તેવો નરમ લોટ બાંધવો. 
  • ત્યારબાદ તેનાં મોટા રોટલા વણી, તેના ત્રિકોણ પીસ કરો.  
  • હવે એક તાસરામાં તેલ ગરમ કરી, બરાબર તેલ ગરમ થાય એટલે તેલ માં ગુલાબી તળી લેવા.
While small children not eating the spicy snacks, make sweet shakkar para he love to eat this shakkar para. This is also a Good Diwali Sweet Snack Recipes.

pauva no chevdo recipe

Pauva No Chevdo Recipe in Gujarati : 

નાયલોન પૌઆ શેકેલા પૌઆ નો ચેવડો

Ingrdients :
  • 500 ગ્રામ નાયલોન પૌઆ (Naylon Poha/pauva)
  • સીંગદાણા (Ground nut)
  • 1/2 વાડકી દાળિયા (Daliya)
  • મીઠો લીમડો  (Curry leaves)
  • તલ (Sesame seeds) 
  • વરિયાળી (fennel seeds)
  • લીલા મરચા (Green Chili)
  • મીઠું (salt)
  • હળદર (turmeric)
  • બુરુખાંડ (Sugar crumbed)
Pauva no chevdo Recipe :
  • સૌ પ્રથમ એક મોટા તાસરામાં કાચા પૌઆ શેકી લેવા.
    pauva no chevdo
    Pauva No Chevdo
  • સહેજ કડક થાય એટલે બીજી તપેલીમાં કાઢી લેવા. 
  • ત્યારબાદ એજ વાસણ માં તેલ મૂકી, તેમાં રાઈ નો વઘાર કરી, તેમાં હિંગ, મીઠો લીમડો, તલ, વરિયાળી, લીલા મરચા, સિંગ દાણા, દાળિયા બધુજ નાખી
  • તેમાં હળદર, મીઠું નાખી, ત્યારબાદ તેમાં શેકેલા પૌઆ નાખી બરાબર હલાવી દેવા.
  • ત્યારબાદ તેમાં બુરુખાંડ નાખવી, આમ શેકેલો ચેવડો તૈયાર થઇ જશે.
Make this Delicious crispy Pauva no chevdo this diwali and serve to guest and family and get praise from him, you can take it with tea. and also carry while go for travel, this is also one of the dry nasta (snack) for while touring.