dalwada pav recipe

Dalwada Pav Recipe in Guajrati Language

દાળવડા પાઉં ]

  
Ingredients:
  • 500 ગ્રામ - મગની ફોતરાવાળી દાળ - Moong dal
  • નાનો ટુકડો આદું - Ginger
  • 12 થી 15 લીલા મરચાં - Green Chili
  • 10 થી 15 કળી લસણ - Garlic
  • 2 નંગ ડુંગળી - Onion
  • 1 નાનો બાઉલ કોથમીર ની લીલી ચટણી - Coriander chutney
  • ટોમેટો કેચપ જરૂર પ્રમાણે - Tomato ketchup / sauce 
  • ચીઝ જરૂર પ્રમાણે - Cheese
  • લાલ મરચું - Red chili powder 
  • મીઠું પ્રમાણસર - Salt to taste
  • 10 નંગ ભાજીપાવ ની બ્રેડ - Bhaji Pav Bread   
Dalwada Pav Recipe:
  • સૌથી પહેલા મગની ફોતરાવાળી દાળ ને 6 થી 8 કલાક પલાળવી.
  • પછી તેને મિક્સર માં અધકચરી વાટવી તેમાં મીઠું વાટવું.
  • અને તેમાં આદું મરચાં લસણ ક્રશ કરી નાખવા અને ચપટી હિંગ અને લાલ મરચું સહેજ નાખવું.
  • બધુંજ ફીણી ને તાસરામા તેલ મૂકી મોટા લૂવા લઇ મોટા દાળવડા ઉતારવા.
  • તેમજ ડુંગળી ને જીણી સમારી એક તાસરામા સહેજ તેલ મૂકી આછી ગુલાબી તળી લેવી.
  • ત્યારબાદ ભાજી પાવ ની બ્રેડ લઇ વચ્ચે થી સહેજ કાપી તેમાં કોથમીર ની ચટણી લગાવી, ડુંગળી સાતળી ભભરાવી, લસણ ની ચટણી લગાવી. તેમાં દાળવડા મૂકી તેની ઉપર ની બ્રેડ પર ટોમેટો કેચપ લગાવો. 
  • નોનસ્ટીક તાવીમાં બટર મૂકી શેકી દો. શેકાઈ જાય એટલે ગરમ ગરમ સર્વ કરો.
Dalwada recipe is a Monsoon and Winter Season best snack food recipe.