corn potato paratha recipe

Corn Potato Paratha Recipe in Gujarati Language:

(મકાઈ અને બટાકાના પરોઠા ) 

Ingredients :
  • 2 નંગ - મકાઈ ડોડા (Fresh Corn)
  • 500 ગ્રામ - બટાકા (Potato)
  • 6 થી 7 નંગ - લીલા મરચાં (Green Chili)   
  • 6 થી 8 કળી લસણ (Garlic)
  • લીંબુ (Lemon)
  • ખાંડ (Sugar)
  • હળદર (Turmeric)
  • મરચું (Red chili powder)
  • મીઠું (Salt)
  • ધાણાજીરું (Cumin coriander seed powder)
  • ગરમ મસાલો (Garam Masala)
  • તલ (Sesame seed)
  • વરીયાળી (Fennel seed) 
  • કોથમીર (Fresh Chopped Coriander)
  • આદું નાનો ટુકડો (Ginger)
  • 1 મોટો બાઉલ - ઘઉં નો લોટ (રોટલીનો) (Wheat flour (Chapati Making Flour)
  • તેલ મોણ માટે (Oil)
  • મીઠું (Salt)
Recipe :
  • સૌ પ્રથમ મકાઈના ડોડા ને છોતરા કાઢી કુકર માં બાફી લેવા અને બટાકા ને પણ કુકરમાં બાફી લેવા
  • બાફેલા.
  • બાફેલા મકાઈ ના દાણા ને મિક્સર માં ક્રશ કરી લેવા, અને બટાકાના છોતરા કાઢી હાથથી માવો તૈયાર કરવો.
  • બટેકાના માવામાં ક્રશ કરેલી મકાઈ મિક્સ કરવી, તેમજ વાટેલા આદું મરચાં, લસણ ઉમેરવું.
  • ત્યારબાદ હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો, તલ, વરીયાળી ઉમેરી લીંબુ, ખાંડ નાખવું. તેમજ કોથમીર ભભરાવવી, બધુંજ એક મિક્સ કરી લેવું. 
  • ત્યારબાદ તેને ઠંડુ પડવા દેવું, અને બીજી બાજુ રોટલીના લોટને મોણ અને મીઠું નાખી પરોઠા જેવો લોટ બાંધવો. 
  • ત્યારબાદ નાનું પરોઠું વણી તેમાં આ માવો ભરવો અને બધી બાજુથી ગોળ વણી ફરીથી પરોઠું વણવું. અને તવી ઉપર તેલ મૂકી ગુલાબી થાય તેવા પરોઠા શેકવા.