rotli na khakhra

Rotli Na Khakhra:

"રોટલી ના ખાખરા" 

Ingredients :
  • ઘઉંનો રોટલી નો લોટ 2 વાડકી (Chapati Wheat Flour)
  • મીઠું (Salt)
  • મોણ માટે તેલ (Oil)
  • પાણી જરૂર પ્રમાણે (Water)
Recipe :
  • ઘઉંના લોટમાં મીઠું, તેલ નાખી જરૂર પ્રમાણે થોડુક થોડુક પાણી લઇ રોટલી નો લોટ બાંધવો.
  • લોટ બંધાઈ જાય એટલે લુવું લઇ કોરા લોટ માં બરાબર રગદોળી રોટલી વણવી.
  • ગેસ ઉપર તવી માં ધીમા તાપે રૂમાલ દબાવી કડક ગુલાબી ખાખરો તૈયાર કરવો.
  • તેની ઉપર ઘી લગાવી મેથી નો મસાલો લગાવી સર્વ કરવા.          
Rotli Khakhra Recipe :
  • In Wheat flour add Salt, and Water and make Dough like to make a chapati.
  • Once Dough is made then take one dough pieces and move it in a dry flour and make chapati.
  • Then on the Pan on Slow Burn make Crispy Pink khakhra.
  • Then Spread Ghee, Methi Masala on it and Served.        

vagharela sev mamra recipe

Vagharela Sev Mamra Recipe in Gujarati Language :

Ingredients :
  • 1 મોટી તપેલી મમરા (Puffed Rice)
  • 2 વાડકી ઝીણી સેવ (Naylon Besan Sev)
  • હળદર (Turmeric)
  • મરચું (Chili)
  • મીઠું (Salt)
  • બુરુંખાંડ (Crushed Sugar)
  • 2 ટેબલસ્પૂન તેલ (Oil)
  • રાઈ (Mustard Seed)
  • હિંગ (Asafoetida)
  • મીઠો લીમડો - (Mitho Limdo / Sweet neem)
sev mamra recipe
Recipe :
  • સૌ પ્રથમ એક મોટી તપેલીમાં તેલ મૂકી, તેમાં રાઈ, હિંગ નો વઘાર કરી, તેમાં મમરા નાખી.
  • તેમાં હળદર, મરચું, મીઠું, મીઠો લીમડો, બુરુંખાંડ નાખી મમરા વઘારવા.
  • મમરા કડક થઇ જાય, એટલે તેમાં ઝીણી સેવ ઉમેરી બધુંજ એક મિક્ષ કરી લેવું.
Recipe:
  • Take big bowl and add oil and heat the oil then add asafoetida, and mustard seed tadka and add puffed rice in it.
  • Then add Turmeric Powder, Red Chili Powder, Salt, Curry Leaves, Crushed Sugar mix well.
  • Once Puffed Rice get Crispy add thin Nylon Besan Sev and mix well all and turn off the gas.

lasaniya sev mamra recipe

Lasaniya Sev Mamra Recipe in Gujarati Language:

Ingredients :
  • 1 તપેલી - મમરા (Puffed Rice)
  • 1 નંગ - અડદ નો પાપડ (Urad papad)
  • 1 વાડકી ઝીણી સેવ (Besan Thin Sev)
  • સિંગ દાણા એક મુઠ્ઠી (Ground Nut)
  • હળદર (Turmeric)
  • મરચું (Chili)
  • મીઠું (Salt)
  • 1 ટી સ્પૂન - વાટેલું સુકું લસણ (Dry Garlic Paste)
  • 1 ટેબલ સ્પૂન તેલ (Oil)          
  • બુરુંખાંડ જરૂર પ્રમાણે (Crumbed Sugar)  
Recipe :
  • એક મોટા તપેલામાં તેલ મૂકી તેલ આવે એટલે, તેમાં રાઈ હિંગ નો વઘાર કરી, લસણ ઉમેરી દેવું.
  • લસણ એકદમ લાલ કડક થઇ જાય એટલે તેમાં સિંગ દાણા ઉમેરી દેવા અને તેમાં મમરા નાખી દેવા.
  • અને તેમાં હળદર, મરચું, મીઠું ઉમેરવું.
  • બધુંજ એક મિક્સ થઇ જાય, એટલે તેમાં ઝીણી સેવ, અને અડદ નો પાપડ શેકી તેના નાના ટુકડા કરી ઉમેરવા. 
  • અને મમરા કડક થઇ જાય એટલે, જરૂર મુજબ બુરુંખાંડ નાખી નીચે ઉતારી દેવા.
Lasaniya Sev Mamra Recipe :
  • Take one big Pan add oil turn on gas, once oil is heated add mustard seed, asafoetida powder and Garlic in it.
  • Once Garlic gets Crispy and Red add ground nut seeds and puffed rice and add turmeric powder, chili powder, and salt.
  • Mix all the ingredients well and then add Nylon Sev and Roasted Urad Papad Small pieces in it.
  • Once Puffed rice gets Crispy then add crushed sugar according need and mix and take off bowl from the gas.

dry bhel recipe

Dry Bhel Recipe in Gujarati Language:

Ingredients:
  • 2 વાડકી વઘારેલા મમરા (Mamra - Puffed rice)
  • 2 વાડકી ઝીણી નાયલોન સેવ (Nylon Sev)
  • 1 નંગ ડુંગળી (Onion)
  • 1 નંગ ટામેટા (Tomato)
  • નાની વાડકી તળેલા સિંગ દાણા (Ground nut seeds)     
Recipe:
  • મમરા સેવ ભેગા કરી લેવા, તેમાં તળેલા સિંગદાણા પણ નાખવા.
  • તેમજ ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા પણ નાખવા.
  • બધુંજ બરાબર મીક્ષ કરી સર્વ કરો. 
Recipe:
  • Mix Puffed rice and Nylon Sev and add fried ground nut seed in it.
  • Also add the small chopped onion and tomatoes in it.
  • Mix all the Ingredients well and then Serve.     

chatpata chana recipe

Chatpata Chana/Chickpeas Recipe in Gujarati Language:

"ચટપટા મસાલેદાર ચણા" 

Ingredients :
  • 1 કપ ચણા - (ChickPeas)
  • 1 નંગ મોટી ડુંગળી (Onion)
  • 1 નંગ ટામેટું (Tomato)
  • લીંબુ જરૂર મુજબ (Lemon)
  • લાલ મરચું (Red Chili Powder)
  • મીઠું (Salt)   
  • કોથમીર જરૂર મુજબ (Coriander)     
Recipe :
  • સૌ પ્રથમ સાદા ચણા ને 2 થી 3 કલાક પલાળી રાખવા.
  • ત્યારબાદ કૂકરમાં બાફી દેવા, ત્યારબાદ ચારણી માં પાણી નિતારી ચણા કાઢી લેવાં.
  • ત્યારબાદ ડુંગળી ઝીણી સુધારવી.
  • ટામેટા અને કોથમીર ઝીણા સુધારવા.
  • એક બાઉલ માં ચણા કાઢી તેની ઉપર ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા ઉમેરવા.
  • મીઠું, લાલ મરચું, કોથમીર ભભરાવવી અને લીંબુ નીચોવવું.
  • બધુંજ ચમચી થી મિક્સ કરી સર્વ કરવું.
Recipe :
  • First of all Soak the Simple Chick Peas in Water Upto 2 to 3 Hours.
  • Then Boil the Chick Peas in Cooker, then Put the Chickpeas in a strainer and remove water. 
  • Then Cut Onion in Small pieces.
  • Also cuts the coriander and tomatoes in small pieces.
  • Take Chick Peas in One Bowl and sprinkle the Small Chopped onion, tomatoes in it.
  • Add Salt, Red Chili Powder, Coriander and add the Lemon Juice.
  • Mix the all the Chick Peas with Spoon and Served it.