palak corn soup recipe

Palak Corn Soup Recipe in Gujarati Language:

Ingredients:

  • 250 ગ્રામ - પાલક (Spinach)
  • 1 નંગ મકાઈ ડોડો (Fresh Corn)
  • 5 થી 6 કળી - લસણ (Garlic)
  • 1 નંગ - ડુંગળી (Garlic)
  • 2 નંગ - ટામેટું (Tomato)
  • મીઠું (Iodised Salt)
  • મરચું (Red Chili Powder)
  • તજ નો ભૂક્કો (Cinamon Powder)
  • લવિંગ નો ભૂક્કો (Loung Powder)        

Recipe:
  • સૌ પ્રથમ પાલક ને જીણો સમારી સ્વચ્છ પાણી થી ધોઈ નાખવો.
  • તેમજ મકાઈ ને ફોતરા કાઢી તેના દાણા કાઢી પ્રેશર કુકર માં બાફી નાખવા.
  • તેમજ સાથે કુકરમાં ડુંગળી, લસણ, ટામેટું પણ નાખીને બાફી લેવું તેમજ પાલકને તપેલીમાં પાણી મૂકી બાફી લેવી.
  • ત્યારબાદ મિક્સરમાં બાફેલી પાલકને સહેજ પાણી નાખી ક્રશ કરી લેવી અને બાફેલા દાણા ને જુદા કાઢી લેવા.  
  • ટામેટા, ડુંગળી, લસણ ને પણ મિક્સરમાં ક્રશ કરી પાલક ની અંદર ઉમેરી દેવી.
  • સહેજ મીઠું, મરચું, તજ, લવિંગ નો ભુક્કો નાખવો સહેજ ખાંડ નાખી મકાઈ ના દાણા ઉમેરી દેવા.
  • અને ઉકળવા દેવું ત્યારબાદ ગરમ ગરમ પીરસવો.